એનએચ-48 વાપી પર ભયાનક દ્રશ્ય: 20 મિનિટ સુધી મોત સાથે સંઘર્ષ, સીસીટીવી માં કેદ ઘટના
વલસાડ, 29 માર્ચ (હિ.સ.): દક્ષિણ ગુજરાતના વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે-48 પર એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક અજાણ્યા રાહદારીનું હિટ એન્ડ રનમાં મોત થયું. અકસ્માત બાદ માનવતા કેવી રીતે ખોવાઈ રહી છે તે દર્શાવતી આ ઘટના લોકોને ઝંઝો
Valsad


વલસાડ, 29 માર્ચ (હિ.સ.): દક્ષિણ ગુજરાતના વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે-48 પર એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે, જેમાં એક અજાણ્યા રાહદારીનું હિટ એન્ડ રનમાં મોત થયું. અકસ્માત બાદ માનવતા કેવી રીતે ખોવાઈ રહી છે તે દર્શાવતી આ ઘટના લોકોને ઝંઝોળી રહી છે.

માહિતી મુજબ, શનિવારે રાત્રે એક ઝડપી વાહને રસ્તો ક્રોસ કરી રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારી. આ અથડામણ એટલી ભારે હતી કે રાહદારી હવામાં ઉછળી ગયો અને ડિવાઈડર પાસેની સેફ્ટી દીવાલ પર જઈ અથડાયો.

અકસ્મત પછી લગભગ 20 મિનિટ સુધી તે વ્યક્તિ દીવાલ પર લટકતો રહ્યો અને પછી રસ્તા પર પડી ગયો. આશ્ચર્યની વાત એ છે કે, અનેક વાહનચાલકો ત્યાંથી પસાર થયા છતાં કોઈએ મદદ માટે વાહન રોક્યું નહીં, અને કેટલાક વાહનો તો મૃતદેહ પરથી પસાર થઈ ગયા.

આ દરમિયાન એક સજાગ કારચાલકે વાહન ઉભું રાખી તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે રાહદારીનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે અને મૃતકની ઓળખ માટે પણ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande