ચીખલીના કણભઈ ગામે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
નવસારી, 29 માર્ચ (હિ.સ.): ચીખલી તાલુકાના કણભઈ ગામમાં નવસારી LCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસના દરોડા દરમિયાન એક શખસને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે બે મુખ્ય
Arrest


નવસારી, 29 માર્ચ (હિ.સ.): ચીખલી તાલુકાના કણભઈ ગામમાં નવસારી LCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસના દરોડા દરમિયાન એક શખસને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે બે મુખ્ય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર પર રોક લગાવવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે આ ઓપરેશન યોજ્યું હતું, જેમાં કણભઈ ગામના એક પતરાના શેડમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી.

દરોડા દરમિયાન પોલીસને જોઈ કેટલાક લોકો ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીછો કરીને પોલીસે અમન શાંતિલાલ પટેલ નામના આરોપીને ઝડપી લીધો હતો. તપાસમાં ખુલ્યું કે દારૂનો જથ્થો ટેમ્પોમાં ભરીને અન્યત્ર મોકલવાની તૈયારી ચાલી રહી હતી.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલો, બિયર તેમજ એક ટેમ્પો અને મોબાઇલનો સમાવેશ થાય છે. આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande