લાડોલ હરસિદ્ધિ મંદિરે સોનાનો થાળ અર્પણ, દુર્ગા અષ્ટમી નિમિત્તે ભક્તિનો ઉમંગ
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : ઉત્તર ગુજરાતના લાડોલ ગામ સ્થિત પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી મંદિરે ચૈત્ર સુદ આઠમ એટલે કે દુર્ગા અષ્ટમીના પાવન દિવસે સોનાના થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. “બોલ મારી હરસિદ્ધિ... જય જય હરસિદ્ધિ...”ના જયઘોષ સાથે ભક્તિમય
લાડોલ હરસિદ્ધિ મંદિરે સોનાનો થાળ અર્પણ, દુર્ગા અષ્ટમી નિમિત્તે ભક્તિનો ઉમંગ


મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : ઉત્તર ગુજરાતના લાડોલ ગામ સ્થિત પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજી મંદિરે ચૈત્ર સુદ આઠમ એટલે કે દુર્ગા અષ્ટમીના પાવન દિવસે સોનાના થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. “બોલ મારી હરસિદ્ધિ... જય જય હરસિદ્ધિ...”ના જયઘોષ સાથે ભક્તિમય માહોલ વચ્ચે આ વિશેષ પરંપરાની શરૂઆત કરવામાં આવી.

યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ માતાજીને સોનાના થાળમાં દૂધપાક, કંસાર, શાક અને રોટલીનો ભોગ ધરાવવામાં આવ્યો. અંબાજી અને બહુચરાજી બાદ હવે લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં આ નવી પરંપરા શરૂ થતાં ભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. બનાસકાંઠાના ભાભર ગામના એક ભક્ત દ્વારા પ્રથમ વખત સોનાના થાળ માટે રૂ. 4,11,111નો ચઢાવો અર્પણ કરવામાં આવ્યો હતો.

મંદિર ચોકમાં બગલામુખી યજ્ઞનું પણ આયોજન થયું, જેમાં 51થી વધુ ઔષધિઓથી હવન કરવામાં આવ્યો અને 21થી વધુ યજમાનો જોડાયા. રાત્રે 108 દીવડાઓથી મહાઆરતી ઉતારવામાં આવી, જેમાં ચાણસ્માના ભક્ત દ્વારા રૂ. 1,25,000નો ચઢાવો આપવામાં આવ્યો.

દિવસભર હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સુવિધાયુક્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande