ગવાડા ગામે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે ઉદ્યમિતા તાલીમ યોજાઈ
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) અંતર્ગત સક્ષમ પ્રોજેક્ટ દ્વારા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામે 22 માર્ચથી 24 માર્ચ 2026 દરમિયાન ત્રણ દિવસીય ઉદ્યમિતા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં ગૃહ ઉદ્યોગ સાથ
ગવાડા ગામે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે ઉદ્યમિતા તાલીમ યોજાઈ


ગવાડા ગામે સક્ષમ પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે ઉદ્યમિતા તાલીમ યોજાઈ


મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) અંતર્ગત સક્ષમ પ્રોજેક્ટ દ્વારા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગવાડા ગામે 22 માર્ચથી 24 માર્ચ 2026 દરમિયાન ત્રણ દિવસીય ઉદ્યમિતા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી આશરે 45 બહેનો ઉત્સાહપૂર્વક સહભાગી બની હતી.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, ઉત્પાદન તૈયાર કરવાથી લઈને તેને બજારમાં કેવી રીતે પહોંચાડવું તેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને નાનાં ગૃહ ઉદ્યોગોને મજબૂત બનાવવાના હેતુથી માર્કેટિંગ, પેકેજિંગ અને નાણાકીય સહાય અંગે સમજ આપવામાં આવી હતી. તાલીમના ત્રીજા દિવસે બહેનો દ્વારા બનાવવામાં આવેલી પાપડ, ખાખરા, વેફર, સાબુ અને ફિનાઈલ જેવી વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દ્વારા ઉત્પાદનોને બજારમાં કેવી રીતે રજૂ કરવાના અને વેચાણ વધારવાના ઉપાયો સમજાવવામાં આવ્યા.

કાર્યક્રમમાં બજાજ ફિનસર્વના પ્રતિનિધિઓ તેમજ EDII અમદાવાદ તરફથી અભિષેક નંદન, સચિનભાઈ પટેલ, ડૉ. મુકેશ ઠાકોર અને રોહિત વર્મા ઉપસ્થિત રહ્યા હતા. તાલીમથી મહિલાઓમાં આત્મનિર્ભર બનવા માટે નવી પ્રેરણા જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande