મહેસાણા જિલ્લાના ખેરાલુના વિઠોડામાં પિતા-પુત્રીની ઝળહળતી સિદ્ધિ
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વિઠોડા ગામની પિતા-પુત્રીની જોડીએ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ફેલાવી છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા આયો
મહેસાણા જિલ્લાના ખેરાલુના વિઠોડામાં પિતા-પુત્રીની ઝળહળતી સિદ્ધિ


મહેસાણા જિલ્લાના ખેરાલુના વિઠોડામાં પિતા-પુત્રીની ઝળહળતી સિદ્ધિ


મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વિઠોડા ગામની પિતા-પુત્રીની જોડીએ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ફેલાવી છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત વિવિધ યોજનાઓ અંતર્ગત આ સિદ્ધિ નોંધાઈ છે.

ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં વિદ્યાર્થિની અપૂર્વા આદિત્યકુમાર દરજીને સમગ્ર શ્રીમદ્ભગવદ્ગીતાનું કંઠસ્થ પઠન કરવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘ગીતાભૂષણ:’ની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. આ સાથે તેમને રૂ. 51,000ની સન્માનરાશિ, શિલ્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા.

સાથે જ તેમના પિતા અને શિક્ષક આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદ દરજીને 100 સુભાષિતો કંઠસ્થ કરવા બદલ શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજાના હસ્તે ‘શતસુભાષિતપંડિત:’ની ઉપાધિ તથા રૂ. 21,000ની સન્માનરાશિ આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ સિદ્ધિ પાછળ પરિવારના સંસ્કારો અને સ્વાધ્યાય પરિવારના માર્ગદર્શનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું. વિઠોડા શાળા પરિવાર અને ગ્રામજનોએ આ પ્રસંગે ગર્વ વ્યક્ત કરી પિતા-પુત્રીને અભિનંદન પાઠવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande