પાટણ શહેરના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઊભરાવાની સમસ્યા
પાટણ, 29 માર્ચ (હિ.સ.) : ખાલક્ષાપીર માર્ગ પર ઝીલ સોસાયટી, સાંઈ વિલા અને દેવાંસી સોસાયટી નજીક ગટરના ગંદા પાણી રસ્તા પર ફૂવારાની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. આ પાણીની વેરાઈને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વિસ્તારમાં ગં
પાટણ શહેરના ખાલક્ષાપીર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઊભરાવાની સમસ્યા


પાટણ, 29 માર્ચ (હિ.સ.) : ખાલક્ષાપીર માર્ગ પર ઝીલ સોસાયટી, સાંઈ વિલા અને દેવાંસી સોસાયટી નજીક ગટરના ગંદા પાણી રસ્તા પર ફૂવારાની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. આ પાણીની વેરાઈને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે રોગચાળા ફાટી નીકળવાની શક્યતા છે.

સ્થાનિક રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો કોઈ પગલો લેવાતો નથી. સ્થાનિક રહીશ, ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અવારનવાર રજૂઆતો કરાવા છતાં, તંત્ર કોઈ પ્રકારનું ધ્યાન આપતી નથી, અને ગંદકી-દુર્ગંધના કારણે લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે.

ગટરના પાણી રસ્તા પર વહેતા હોવાથી વાહનચાલકોને પણ અકસ્માતનો ભય સતત થાય છે. હવે પાટણના ખાલક્ષાપીર વિસ્તારમાં આ સમસ્યાનો નિકાલ લાવવો ખૂબ જ જરૂરી બની ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande