

પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મેળામાં સરકારના આયોજનને વ્યવસ્થાઓને પ્રવાસીઓ બિરદાવી રહ્યાં છે.
માધવપુર મેળાની મુલાકાત લેનાર જૂનાગઢના પ્રવાસી જય વસાવડાએ જણાવ્યું હતું કે, તેઓ જૂનાગઢથી ખાસ સહપરિવાર આ ભવ્ય મેળાનું આયોજન માણવા આવ્યા છે. મેળામાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલું રેત શિલ્પ ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે આ મેળાની વિશેષતા એ છે કે અહીં ગુજરાતના સ્થાનિક કલાકારોની સાથે ઉત્તર-પૂર્વ (નોર્થ-ઈસ્ટ) ભારતના કલાકારોની કલા અને સંસ્કૃતિનો અદ્રભૂત સંગમ જોવા મળે છે, જેનો લ્હાવો દરેક પરિવારે લેવો જોઈએ. વધુમાં, તેમણે પાર્કિંગથી લઈને પોલીસ પ્રશાસન સુધીની તમામ સુવિધાઓના વખાણ કરી રાજ્ય સરકારના આ સુંદર આયોજન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya