લાઠી તાલુકામાં ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે ટિફિન બેઠક યોજાઈ, સંગઠનાત્મક ચર્ચાઓને ગતિ
અમરેલી,29 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રેરણાદાયી ‘મન કી બાત’ કાર્યક્રમ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા દેશના વિકાસ
લાઠી તાલુકામાં ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે ટિફિન બેઠક યોજાઈ, સંગઠનાત્મક ચર્ચાઓને ગતિ


અમરેલી,29 માર્ચ (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રેરણાદાયી ‘મન કી બાત’ કાર્યક્રમ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા દેશના વિકાસ, સામાજિક મુદ્દાઓ અને જનજાગૃતિ સંબંધિત વિચારો કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકર્તાઓએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સાથે બેઠકો કરી સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન આવનારા કાર્યક્રમો, કાર્યયોજનાઓ અને બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યકર્તાઓએ એકતા અને સમર્પણ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રકારની બેઠકો દ્વારા કાર્યકર્તાઓ વચ્ચે સંવાદ વધે છે અને કાર્યમાં નવી ઉર્જા મળે છે. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને એકતા નો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande