



પોરબંદર, 03 માર્ચ (હિ.સ.)પોરબંદરમાં દિવ્યાંગોની સંસ્થા ખાતે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી આશીર્વાદ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ દિવ્યાંગ પુનઃવર્સન કેન્દ્ર જે પોરબંદરના રાવલીયા પ્લોટ ખાતે કાર્યરત છે.જ્યાં દિવ્યાંગ બાળકોને ફ્રી માં દરેક પ્રકારની તાલીમ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.દિવ્યાંગ બાળકોએ ડી.જે. મ્યુઝિક સાથે રંગો અને ગુલાલ વડે હોળી ની મજા માણી હતી.જુદા-જુદા દાતાઓ દ્રારા બાળકોને ધાણી, દાળીયા, ખજૂર,પતાસા,વેફર, પિચકારી,ગુલાલ વગેરે આપવામાં આવ્યું હતું તથા સ્વસ્તિક ગ્રુપ પોરબંદર તરફથી દાળ પકવાન અને ઠંડુ આપી બાળકોને સ્વાદિષ્ટ નાસ્તો કરાવેલ હતો.સંસ્થાના સંચાલક પુનમબેન જુંગી અને સ્ટાફ ખુશીબેન પાઉં, પ્રીતિબેન કોટિયા અને હેતલબેન દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya