
અમદાવાદ, 04 માર્ચ (હિ.સ.) : ધંધુકા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૩/૨૦૨૬ને બુધવારના રોજ સવારના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરી, ધંધુકા ખાતે પ્રાંત અધિકારીશ્રી ધંધુકાના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારશ્રીએ તા.૦૧/૦૩/૨૦૨૬ થી તા. ૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી, ધંધુકા ખાતે મોકલી આપવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તોઅરજી કરી શકશે. આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોના જરૂરી આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આધાર વગરની અરજી ન હોવી જોઈએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક બાબતની રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે તેવું મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી ધંધુકાની અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ