મરોલી રેલવે ઓવરબ્રિજ પર બે કાર વચ્ચે અથડામણ, ધુળેટી દિવસે સર્જાયો અકસ્માત
નવસારી, 04 માર્ચ (હિ.સ.): જલાલપોર તાલુકાના મરોલી નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ પર બુધવારે બે કાર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. જો કે આ બનાવમાં સદભાગ્યે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ, GJ
Accident


નવસારી, 04 માર્ચ (હિ.સ.): જલાલપોર તાલુકાના મરોલી નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ પર બુધવારે બે કાર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. જો કે આ બનાવમાં સદભાગ્યે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

મળતી માહિતી મુજબ, GJ 05 JT 5187 નંબરની કાર મરોલી ચાર રસ્તા તરફથી ઉંભરાટ તરફ જઈ રહી હતી. તે દરમિયાન સામેથી ઉંભરાટ તરફથી મરોલી ચાર રસ્તા તરફ આવતી GJ 18 AH 7547 નંબરની કાર સાથે ઓવરબ્રિજ પર સામસામે અથડામણ થઈ હતી.

અકસાનની જાણ થતાં જ મરોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ સંભાળી વાહનોને માર્ગ પરથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ધુળેટીનો તહેવાર હોવાથી ઉંભરાટ દરિયા કિનારે જતા વાહનોની અવરજવર વધારે હોવાથી અકસ્માત પછી થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ હતી. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande