સુરતમાં હાઈસ્પીડ KTM બાઈક અકસ્માત: ધોરણ 9ના બે કિશોરોના મોત
સુરત, 04 માર્ચ (હિ.સ.): સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ધોરણ 9માં ભણતા બે કિશોરોના મોત થયા છે. ત્રણ મિત્રો સ્પોર્ટ્સ બાઈક પર મિત્રનો જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભીમપોર નજીક બાઈક ચાલકે નિયંત્રણ ગુમાવતા
Accident


સુરત, 04 માર્ચ (હિ.સ.): સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ધોરણ 9માં ભણતા બે કિશોરોના મોત થયા છે. ત્રણ મિત્રો સ્પોર્ટ્સ બાઈક પર મિત્રનો જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા ત્યારે ભીમપોર નજીક બાઈક ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઈક રોડ સાઈડની દિવાલ સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી અને પછી હોસ્પિટલમાં તેમનું મોત થયું.

મળતી માહિતી મુજબ 15 વર્ષીય તુષાલ શેટ્ટી અને તેના મિત્રો પરેશ તથા મગીયા શનિવારે સાંજે મિત્રના જન્મદિવસની પાર્ટી માટે ગયા હતા. કેક કાપ્યા બાદ ત્રણેય એક જ KTM બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ગવિયર ગામ પાસે ભાટિયા ફાર્મ નજીક અચાનક બાઈક સ્લીપ થતા ભયાનક અકસ્માત સર્જાયો.

અકસાન પહેલા કિશોરોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ ખૂબ જ ઝડપે બાઈક ચલાવતા જોવા મળે છે. ડિજિટલ સ્પીડોમીટર પર બાઈકની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધુ દર્શાઈ રહી હતી. અકસ્માત બાદ તાત્કાલિક ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પરેશને મૃત જાહેર કરવામાં આવ્યો જ્યારે તુષાલે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. બાઈક ચલાવતો મગીયા ઇજાગ્રસ્ત થયો હતો પરંતુ તેની સ્થિતિ સ્થિર છે.

આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ ત્રણેય કિશોરો સગીર હોવાથી તેમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું અને તેઓ હેલ્મેટ પણ પહેરેલા નહોતા. બાઈક મિત્ર પાસેથી લઈ આવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે બાઈક માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande