સુરત જિલ્લા આયોજન મંડળ હેઠળ વર્ષ 2025-2027 માટે રૂા.22.50 કરોડની જોગવાઈ સામે રૂ.22.83 કરોડના 742 જનસુવિધાના વિકાસકામો મંજૂર
સુરત, 30 માર્ચ (હિ.સ.): સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2026-27 વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ રૂા.2250 લાખની જોગવાઈ સામે રૂા.2283 લાખના
Surat


સુરત, 30 માર્ચ (હિ.સ.): સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2026-27 વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ રૂા.2250 લાખની જોગવાઈ સામે રૂા.2283 લાખના 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આયોજીત બેઠકમાં 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ સામાન્ય, ટી.એ.એસ.પી., એસ.સી.એસ.પી. સદર હેઠળ 11 તાલુકાઓમાં રૂા.20.50 કરોડના 724 કામો તથા ચાર નગરપાલિકાઓમાં 233 લાખના 18 કામોને બહાલ કરાયા હતા. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ખાસ પ્લાન યોજના હેઠળ રૂા.10 લાખના બે વિકાસકામો મજુર કરાયા હતા. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ રૂ.બે કરોડના ખર્ચે 13 આંગણવાડીના નિર્માણ માટે બહાલી આપવામાં આવી હતી.

મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આગામી ચોમાસા પુર્વ જળસંચયના વિકાસકામો સમયમર્યાદામાં પરિપુર્ણ કરવાની તાકીદ કરી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસકામોનું સતત મોનિટરીંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.

બેઠક પ્રારંભે કલેકટર ડો.સૌરભ પારધીએ પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે, ધારાસભ્ય સર્વ ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ, કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, તા.પંચાયત અને નગરપાલિકાના વહીવટદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande