બોટાદમાં સુનીલ ગેસ એજન્સીની પુરવઠા અધિકારીએ મુલાકાત કરી વિતરણ વ્યવસ્થાની સમિક્ષા કરી
બોટાદ, 31 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને સુચારુ કામગીરી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સુનીલ ગેસ એજન્સી, બોટાદ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગેસ સિલિન્ડર વિતરણની સમગ્ર પ્રક્ર
ભાવનગર


બોટાદ, 31 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ગેસ વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને સુચારુ કામગીરી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સુનીલ ગેસ એજન્સી, બોટાદ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગેસ સિલિન્ડર વિતરણની સમગ્ર પ્રક્રિયાની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી.પુરવઠા અધિકારીએ એજન્સી ખાતે પહોંચીને ગેસ સિલિન્ડરના સ્ટોક, બુકિંગ સિસ્ટમ, હોમ ડિલિવરી પ્રક્રિયા તેમજ ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.

ખાસ કરીને ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળી રહે છે કે નહીં, તેમજ કોઈ ગેરરીતિ તો નથી ને તેની પણ તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન એજન્સીના સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી કે ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે અને સરકારના નિયમોનું કડક પાલન કરવામાં આવે. સાથે જ ગેસ વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે રેકોર્ડ મેન્ટેનન્સ અને ડિજિટલ સિસ્ટમનો યોગ્ય ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને આવશ્યક સેવાઓ સમયસર અને યોગ્ય રીતે મળે તે માટે આવી અચાનક તપાસો કરવામાં આવતી રહે છે. ગેસ એજન્સીઓએ પણ ગ્રાહક કેન્દ્રિત સેવા આપવી જરૂરી છે જેથી લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande