જામનગરમાં ક્રિકેટ રમવામાં ઝઘડો થયો : બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધાયો
જામનગર, 30 માર્ચ (હિ.સ.) : જામનગર શહેરના સીટી સી. ડિવિઝન વિસ્તારમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમતાં થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી સુધી પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે એક આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં ત્રણ માળિયા આવાસ
જામનગરમાં ક્રિકેટ રમવામાં ઝઘડો થયો : બાળકના પિતાને લાકડીથી માર માર્યો: એક સામે ગુનો નોંધાયો


જામનગર, 30 માર્ચ (હિ.સ.) :

જામનગર શહેરના સીટી સી. ડિવિઝન વિસ્તારમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમતાં થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી સુધી પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે એક આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ત્રણ માળિયા આવાસમાં રહેતા જાવીદભાઈ જીકર ચંગડાના દિકરા સાથે ક્રિકેટ રમતાં આઝાદ રજાક સમા ફકીર સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે ફરીયાદી તેમને સમજાવવા જતા આરોપી સાથે ઝઘડો થયો હતો.

આ દરમિયાન આરોપી આઝાદ રજાક સમાએ ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી અને લાકડી વડે માથાના ભાગે માર મારતા ફરીયાદીને લોહી નીકળે તેવી ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 118(1), 352 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande