યોગીચોક ખાતે ઓટો કન્સલ્ટન્ટની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ મચી
સુરત, 30 માર્ચ (હિ.સ.) શહેરના યોગીચોક વિસ્તારમાં આજે સવારે ઓટો કન્સ્ટલેન્ટની એક ઓફિસમાં આગ લાગી ગઈ હતી.આગને પગલે ઘુમાડો વધારે પ્રમાણમાં ફેલાવવામાં લાગ્યો હતો.જયારે આ ઘટનાને પગલે સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડન
યોગીચોક ખાતે ઓટો કન્સલ્ટન્ટની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ મચી


સુરત, 30 માર્ચ (હિ.સ.) શહેરના યોગીચોક વિસ્તારમાં આજે સવારે ઓટો કન્સ્ટલેન્ટની એક ઓફિસમાં આગ લાગી ગઈ હતી.આગને પગલે ઘુમાડો વધારે પ્રમાણમાં ફેલાવવામાં લાગ્યો હતો.જયારે આ ઘટનાને પગલે સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યોગીચોક વનમાળી જંકશન પાસે આવેલા પૂજન પ્લાઝામાં આઈ ખોડલ નામની ટૂ વાહનોની ઓટો કન્સલ્ટન્ટની ઓફિસ આવેલી હતી.દરમ્યાન આજે સવારે ઓફિસમાં આગ લાગી ગઈ હતી જેને પગલે સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી.એટલું જ નહીં આગને કારણે ઘુમાડો પણ વધારે પ્રમાણમાં અંદર ભરાય ગયો હતો.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આગને કારણે ઓફિસમા રહેલ ટેબલ,ખુરશીઓ,એસી અને વાયરિંગ સહિતનો સામાન બળી ગયો હતો.જોકે ફાયરના જવાનો દવારા પંદરથી વિસ મિનિટમાં જ આગને કાબુમાં કરી લેવામાં આવી હતી.અને આગ વધુ પ્રસરતા અટકાવી લેવામાં આવી હતી.એસીમાં શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હોવાનું ફાયરના સૂત્રે જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande