
જામનગર, 30 માર્ચ (હિ.સ.) :
જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી એક કચરા ગાડીમાંથી મોબાઇલ ફોનની થઈ છે, અને દિન દહાડે એક દંપતિ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરીને લઈ જતું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે, જેની શોધખોળ ચલાવવા આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકામાં ચાલતી કચરા ગાડીનો એક વાહન ચાલક કે જે પોતાના હસ્તકની કચરા ગાડી સિક્કા સર્કલ પાસે ઊભી રાખીને બાજુમાં કચરો એકત્ર કરવા માટે ગયો હતો, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલું એક દંપતિ કે જે પૈકી મહિલાએ મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી.
ડબલ સવારી બાઈકમાં બાળકને બેસાડીને આવેલા એક દંપત્તી કે જેઓએ બંને પોતાના મોઢા પર કપડું બાંધેલું હતું, અને મહિલા પાછળ બેઠી હતી. જેણે કચરા ગાડી પાસે બાઈક ઉભૂં રખાવ્યા બાદ કચરા ગાડી પાસે પહોંચી હતી, અને ઉપર હાથ નાખી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી લીધી હતી અને ચૂપચાપ બાઈક ચાલુ કરીને દંપતિ ત્યાંથી નાસી છૂટ્યું હતું.
આ ઘટના બાદ કચરા ગાડીવાળાએ આવીને જોતાં પોતાનો મોબાઈલ જોવા મળ્યો ન હતો. શરૂઆતમાં તેને પોતાનો મોબાઈલ ક્યાંક પડી ગયો હશે તેવું અનુમાન લગાવ્યું હતું. પરંતુ ત્યારબાદ તેણે જે સ્થળે વાહન પાર્ક કર્યું હતું, તેનાથી દૂર એક દુકાન આવેલી છે, જે દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ઉપરોક્ત બાઇક સવાર દંપતિ વાહનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરીને લઈ જતા હોવાના ફૂટેજ મળ્યા હતા. જેથી આખરે આ મામલો પોલીસને સોંપવામાં આવ્યો છે, અને હાલ દંપતીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt