તળાજા પંથકમાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે દિહોરના દંપતી સાથે દુર્ઘટના, પતિનું મોત
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ખાસ કરીને તળાજા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આવા જ એક દુઃખદ બનાવમાં દિહોર ગામના રહેવાસી દંપતી ભદ્રાવળ ગામ નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં પતિનુ
ભાવનગર


ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં ખાસ કરીને તળાજા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આવા જ એક દુઃખદ બનાવમાં દિહોર ગામના રહેવાસી દંપતી ભદ્રાવળ ગામ નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી હતી.મળતી માહિતી મુજબ દિહોર ગામના ભગવાન કાનાભાઈ પરમાર અને તેમની પત્ની જયાબેન બાઇક પર ભદ્રાવળ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બાઇકની ગતિ સામાન્ય કરતાં વધુ હોવાને કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ભગવાનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળપર જ કરુણ મોત નિપજ્યું હતું.આ બનાવમાં જયાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.તળાજા પંથકમાં વધી રહેલા અકસ્માતોના બનાવોને ધ્યાનમાં લેતા સ્થાનિકોમાં ભય અને ચિંતા વ્યાપી છે. ખાસ કરીને ઓવર સ્પીડ, રસ્તાની ખરાબ સ્થિતિ અને ટ્રાફિક નિયમોની અવગણના જેવા કારણો અકસ્માત માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ માર્ગ સુરક્ષા માટે કડક પગલાં ભરવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી પણ ઉઠાવી છે.આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષાની જાગૃતિની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. વાહનચાલકોને ઝડપ નિયંત્રણમાં રાખવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે જેથી આવા દુઃખદ બનાવોને ટાળી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande