જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે પ્રસિદ્ધ કરાઈ યાદી
જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકા સામાન્ય ચૂંટણી
જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે પ્રસિદ્ધ કરાઈ યાદી


ગીર સોમનાથ 30 માર્ચ (હિ.સ.) આગામી સમયમાં ગીરસોમનાથ જિલ્લાની જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વેરાવળ-પાટણ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલીકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા. ૧૬/૦૩/૨૦૨૬ ના પરીપત્રથી મતદાનમથક યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવા જણાવવામાં આવ્યું છે.

જેથી તા.૩૦/૦૩/૨૦૨૬ ના મતદાન મથકોની યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી છે, આ યાદી કામકાજના ચાલુ દિવસોમાં, કચેરીના સમય દરમિયાન તપાસવા માટે કલેકટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ તાલુકા પંચાયતના મતદાર મંડળની ગ્રામ પંચાયત કચેરીઓમાં જોવા મળી શકશે.

જો કોઈ વ્યકિત/જાહેર જનતા કે રાજકીય પક્ષને કોઈ વાંધા/સૂચનો હોય તો પ્રસિદ્ધિની તારીખથી ૭(સાત) દિવસમાં કલેકટર કચેરી તેમજ મામલતદારને લેખિતમાં રજૂ કરી શકશે. નિયત મુદત બાદના વાંધા/સૂચનો વિચારણામાં લેવામાં આવશે નહિ. જેની તમામ મતદારોને જાણ કરવામાં આવે છે. એમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande