
ભાવનગર,30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બાબરડી તળાવ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ ગ્રામજનોને વૃક્ષારોપણ બાદ એક એક વૃક્ષની સાર સંભાળની જવાબદારી આપી હતી.વૃક્ષારોપણ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બેલા ગામના ચોરા પાસે ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યા, પ્રાંત અધિકારી જે.આર. સોલંકી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT