રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બેલા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે સહજ ભોજન કરીને સમાનતાનો સંદેશ આપ્યો
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માનવતા અને સમાનતાનો સુંદર સંદેશ આપતા એક અનુસૂચિત જાતિના પરિવારના ઘરે જઈને સહજતાથી ભોજન ગ્રહણ કર્યું હતું. તેમણે ગામના કેશુભાઈ પીઠાભાઈ પડાયાના નિવાસસ્થાને
ભાવનગર


ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ માનવતા અને સમાનતાનો સુંદર સંદેશ આપતા એક અનુસૂચિત જાતિના પરિવારના ઘરે જઈને સહજતાથી ભોજન ગ્રહણ કર્યું હતું. તેમણે ગામના કેશુભાઈ પીઠાભાઈ પડાયાના નિવાસસ્થાને પહોંચીને પરિવારજનો સાથે ખૂબ જ સાદગીભર્યો સમય વિતાવ્યો હતો.રાજ્યપાલએ પરંપરાગત દેશી ભોજનનો સ્વાદ માણતા સ્થાનિક સંસ્કૃતિ અને ગામઠી જીવનશૈલી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે પરિવારના વડીલો સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો અને તેમની રોજિંદી જીવનશૈલી, સમસ્યાઓ તથા આવશ્યકતાઓ અંગે પણ માહિતી મેળવી હતી તેમના આ સરળ અને સહજ વર્તનથી ગામજનોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.ગામના લોકો માટે આ પ્રસંગ યાદગાર બની રહ્યો હતો, કારણ કે રાજ્યના ઉચ્ચ પદ પર રહેલા વ્યક્તિએ સામાન્ય પરિવાર સાથે બેસીને ભોજન લીધું અને તેમની વચ્ચે એકતા અને ભાઈચારો મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande