વાસ્મો ખેડા દ્વારા મહિલાઓ માટે પ્રેરણા પ્રવાસનું આયોજન
મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : વાસ્મો ખેડા દ્વારા મહિલાઓને પાણી વ્યવસ્થાપન અંગે જાગૃત કરવા પ્રેરણાત્મક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોની પાણી સમિતિ સાથે સંકળાયેલી મહિલાઓને મહેસાણા જિલ્લાના ગણેશપુરા ગામની મુલાકાત કરાવ
વાસ્મો ખેડા દ્વારા મહિલાઓ માટે પ્રેરણા પ્રવાસનું આયોજન


વાસ્મો ખેડા દ્વારા મહિલાઓ માટે પ્રેરણા પ્રવાસનું આયોજન


મહેસાણા, 30 માર્ચ (હિ.સ.) : વાસ્મો ખેડા દ્વારા મહિલાઓને પાણી વ્યવસ્થાપન અંગે જાગૃત કરવા પ્રેરણાત્મક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોની પાણી સમિતિ સાથે સંકળાયેલી મહિલાઓને મહેસાણા જિલ્લાના ગણેશપુરા ગામની મુલાકાત કરાવવામાં આવી.

પ્રવાસ દરમિયાન મહિલાઓને ગણેશપુરા ગામમાં અમલમાં મૂકાયેલા સફળ પાણી સંચાલન મોડલ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ગામમાં પાણીના સંચય, વિતરણ અને સંભાળ માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેથી અન્ય ગામોની મહિલાઓ પણ આ મોડલને પોતાના ગામમાં અમલમાં મૂકી શકે.

આ મુલાકાતનો મુખ્ય હેતુ મહિલાઓને સશક્ત બનાવી પાણી સંચાલનમાં તેમની સક્રિય ભાગીદારી વધારવાનો હતો. મહિલાઓએ પણ આ પ્રવાસને ખૂબ ઉપયોગી ગણાવી અને પોતાના ગામમાં પાણી વ્યવસ્થાપન સુધારવા માટે નવી રીતો અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

વાસ્મો ખેડાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા પ્રેરણા પ્રવાસો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ વધે છે અને લોકોમાં પાણી સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે.

આ આયોજનથી મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને પાણી સંચાલન ક્ષેત્રે નવા વિચારોને પ્રોત્સાહન મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande