જામનગર જીલ્લામાં ફરજ બજાવતા 8 પીએસઆઇ આંતરિક બદલી કરતા પોલીસવડા ડો.રવિ મોહન સૈની
જામનગર, 30 માર્ચ (હિ.સ.) : તાજેતરમાં રાજકોટ રેન્જના આઇ.જી નિર્લિપ્ત રાયની જામનગર ની મુલાકાત બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારબાદ, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા 8 પો. સબ.ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલી કરી છે. જેમાં રીડર-ટુ-અધિક્ષ
પોલીસ


જામનગર, 30 માર્ચ (હિ.સ.) :

તાજેતરમાં રાજકોટ રેન્જના આઇ.જી નિર્લિપ્ત રાયની જામનગર ની મુલાકાત બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારબાદ, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા 8 પો. સબ.ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલી કરી છે. જેમાં રીડર-ટુ-અધિક્ષક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઇ ટી.બી.બુડાસણા ને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી દેવામાં આવી છે. એરપોર્ટ સિક્યુરિટી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ જે.બી.મોરસાણીયા ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી છે.

સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એમ.સિસોદીયાની લીવ રિઝર્વે શાખામાં બદલી કરી દેવામાં આવી છે. રીડર-ટુ-લાલપુર વિભાગ શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ વી.આર. જોરીયાની એરપોર્ટ સિક્યુરિટી ખાતામાં બદલી કરી દેવામાં આવી છે.

પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.ટી.મઠિયાની લીવ રિઝર્વે શાખામાં બદલી કરી દેવામાં આવી છે. જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ આર.એલ.કંડોરીયા ની સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ વી.બી.બરબસીયા ની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે અને સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.વી.મોઢવાડિયા ને લીવ રિઝર્વે શાખામાં મુકવામાં આવ્યા છે. અચાનક કરવામાં આવેલી બદલી થી જામનગર પોલીસ તંત્રમાં હલચલ મચી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande