લાઠી નજીક ખાનગી બસ પલટી, સાત મુસાફરોને સામાન્ય ઈજા – વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું
અમરેલી, 30 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી નજીક આજે એક ખાનગી મુસાફર બસ અચાનક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરી કરતા
લાઠી નજીક ખાનગી બસ પલટી, સાત મુસાફરોને સામાન્ય ઈજા – વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું


અમરેલી, 30 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી નજીક આજે એક ખાનગી મુસાફર બસ અચાનક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરી કરતા લોકોમાંથી આશરે સાત જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. અકસ્માતના કારણ અંગે પ્રાથમિક અંદાજ મુજબ બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હોવાનું કહેવાય છે, જોકે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વહીવટી તંત્રએ લોકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે. આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકમાં અવરજવર પર અસર પડી હતી, પરંતુ બાદમાં સ્થિતિ સામાન્ય બની ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande