પ્રિન્સિપાલ અને શિક્ષકના ત્રાસથી વ્યથિત વિદ્યાર્થીની સુસાઇડ નોટ: હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું
સુરત, 30 માર્ચ (હિ.સ.) શહેરમાં એક ચોંકાવનારી અને વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે.સિટીલાઇટ વિસ્તારની એક શાળાના વિધાર્થીએ સુસાઇડ નોટ લખી તેની અંદર પ્રિન્સિપાલ અને શિક્ષક સામે ટોર્ચરિંગ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપોનો ઉલ્લેખ કરી મ
Surat


સુરત, 30 માર્ચ (હિ.સ.) શહેરમાં એક ચોંકાવનારી અને વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે.સિટીલાઇટ વિસ્તારની એક શાળાના વિધાર્થીએ સુસાઇડ નોટ લખી તેની અંદર પ્રિન્સિપાલ અને શિક્ષક સામે ટોર્ચરિંગ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપોનો ઉલ્લેખ કરી મેં આત્મહત્યા કરને જા રહા હું તેવું ઉલ્લેખ કર્યું હતું.જોકે સદનસીબે આ સુસાઇડ નોટ વિધાર્થીની બહેનના હાથમાં આવી જતા એક મોટી ઘટના બનતા રહી ગઈ હતી.એટલુંજ નહીં વિધાર્થીને એક હાથમાં ઉઝરડા નિશાન હોવાથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા લઇ જવામાં આવ્યો હતો જ્યા ડોકટર સમક્ષ પણ તેને પોતાની આપવીતી વર્ણવી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિટીલાઈટ વિસ્તારમાં આવેલી એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતાં 14 વર્ષીય આકાશ (નામ બદલ્યું છે)ને એક હાથમાં ઉઝરડા નિશાન હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું.જ્યા તેને ડોક્ટર સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી,તેમજ તેણીએ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું કારણ કે, મને સ્કૂલમાં ખૂબ જ ટોર્ચર કરવામાં આવતો હતો. મારી સ્કૂલનું નામ....... ઈંગ્લીશ મીડીયમ છે. મને સ્કૂલમાં ટોર્ચર કરનાર ટીચરનું નામ પ્રિન્સિપાલ મેમ અને મહિલા ટીચર છે.

આ લોકો મને ખૂબ જ મારતા હતા અને અને ધમકી આપતા હતા કે, જો તે આ વાત ઘરવાળાઓને જણાવી તો ખૂબ જ માર મારશો અને તારા ઘરે ફોન કરીને એવું કહીશું કે તમારો દીકરો ખૂબ જ મસ્તી કરે છે અને અપશબ્દો બોલે છે અને છોકરાઓ સાથે ઝઘડો પણ કરે છે. જેના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારા પરિવારજનો ધ્યાન રાખજો અને મારી પાસે પુરાવા પણ છે મારા ક્લાસ માંથી મારા દોસ્ત પુરાવા છે આ ચિઠ્ઠી આકાશની બહેનનાં હાથમાં આવી જતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે પ્રાથમિક સારવાર બાદ આકાશને રજા આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande