
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : સિહોર તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં તાલુકા ફેરબદલી પામેલા શિક્ષકો ઘનશ્યામસિંહ વાળા, જીજ્ઞેશભાઈ રાઠોડ અને દિનેશભાઈ ચારણીયા નું સારસ્વત સન્માન, ધોરણ- 8 નું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ-9 માધ્યમિક શિક્ષણ ના પગરવ પાડવા થનગનતા વિદ્યાર્થીઓને શુભેચ્છા કાર્યક્રમ અને શિક્ષણ સેવામાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા જોડાયેલા જ્ઞાન સહાયકો નો અભિવાદન કાર્યક્રમ માં સરસ્વતીને દીપ પ્રાગટય અને પ્રાર્થના દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ. ઢુંઢસર શાળા પરિવાર દ્વારા સારસ્વત શિલ્પી સન્માન કાર્યક્રમમાં ડાયસ પર સન્માનીય શિક્ષકો સાથે તેમના પરિવારજનો ને સ્થાન આપવામાં આવેલ, જે ખૂબ નોંધનીય બાબત રહી. આ તકે શાળા આચાર્ય દિલીપસિંહ રાઠોડના આવકાર બાદ શાળા ની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધેલ. કાઠિયાવાડી પરંપરા મુજબ ગુરુજનો અને તેમના પરિવારજનોનું પુષ્પગુછ અને સાલ આપી સન્માનિત કરવામાં આવેલ.
ત્યારબાદ ઉપસ્થિત મહેમનો પીપરડી 2 ના આચાર્ય રણજીતસિંહ ચૌહાણ, સરકારી માધ્યમિક શાળા ઢુંઢસરના આચાર્ય જગદિશસિંહ ગોહિલ અને એસએમસી સભ્યો ને પુષ્પગુછ અને પુસ્તક આપી સન્માનિત કરેલ. શિક્ષણ સેવામાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા જોડાયેલા જ્ઞાન સહાયકોને પુષ્પગુછ અને સાલ દ્વારા શાળા પરિવારે આવકારેલ. સારસ્વત શિલ્પી સન્માનના ગુરુજનોએ પોતાના વક્તવ્યમાં શાળા સાથેના અને શાળા પરિવાર સાથેના પોતાના સંસ્મરણો વાગોળતા ભાવવિભોર બનેલ પોતાની શાળા ના બાળકોને શિક્ષિત,આદર્શ અને પ્રામાણિક નાગરિક બની રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા જણાવેલ. ગુરુજનોને મોમેન્ટો, સન્માનપત્ર, શ્રીફળ અને સાકરનો પડો આપી શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ. શાળાના શિક્ષક શૈલેષભાઇ સોલંકી દ્વારા પોતાના આકર્ષક વક્તવ્યમાં વિધાથીઓના નામ અને તેમના ગુણો સાથે અને ગુરુજનો ને તેમના કાર્ય સાથે રજૂ કરી ઉપસ્થિત સૌને ભાવવિભોર અને લાગણીશીલ કરી દીધેલ.શાળા વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ સફળતા મેળવેલ તેજસ્વી તારલાઓને ભેટ આપી શાળા સન્માનિત કરવામાં આવેલ તેમજ શાળાની વિદ્યાર્થીની ઇશીતા ને બેસ્ટ સ્ટુડન્ટસ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરેલ.આચાર્ય દિલીપસિંહ રાઠોડ દ્વારા પોતાના વક્તવ્યમાં શાળા વિકાસમાં યોગદાન આપેલ આદરણીય ગુરુજનો ના વિશેષ ગુણો અને કુનેહની વાત સાથે તેમના સ્મરણો વ્યક્ત કરેલ.
કાર્યકમ ને અંતે શાળા વરિષ્ઠ શિક્ષક દીપસિંહ ભાઈ ચુડાસમા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. સારસ્વત શિલ્પી ગુરુજનો દ્વારા શાળા ને નૂતન બ્લીડિંગ માટે 12 દીવાલ ક્લોક,રોકડ અનુદાન અને શાળા તમામ બાળકોને મનભાવતું પાઉભાજી અને છાશ નું ભાવ ભોજન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતિષભાઈ જાગાણી દ્વારા કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT