સુરતમાં બોમ્બે માર્કેટ બ્રિજ પર ટેમ્પાની ટક્કરથી યુવકનું મોત
સુરત, 30 માર્ચ (હિ.સ.) : પુણા વિસ્તારમાં બોમ્બે માર્કેટ બ્રિજ પર રાત્રિના સમયે બનેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. કૈલાશ પ્રજાપતિ પોતાની નોકરી પૂર્ણ કરીને સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક ટેમ્પાએ બેદરકારીપૂર્વક વાહન હંકારતા તેમની સ્કૂટર
accident


સુરત, 30 માર્ચ (હિ.સ.) : પુણા વિસ્તારમાં બોમ્બે માર્કેટ બ્રિજ પર રાત્રિના સમયે બનેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું. કૈલાશ પ્રજાપતિ પોતાની નોકરી પૂર્ણ કરીને સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક ટેમ્પાએ બેદરકારીપૂર્વક વાહન હંકારતા તેમની સ્કૂટરને અડફેટે લીધી હતી.

ગંભીર ઈજાઓને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પરિવાર માટે આ ઘટના આઘાતજનક બની છે. પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલકની શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande