જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્ને ઝઘડો
જામનગર, 30 માર્ચ (હિ.સ.) : જામનગરમાં વ્હોરાના હજીરા પાસે દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે બે રેકડી ધારકો વચ્ચે પોતાની રેકડીઓ ઉભી રાખવાના પ્રશ્નને ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયા હતા, જે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ
ફરિયાદ


જામનગર, 30 માર્ચ (હિ.સ.) :

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે દર રવિવારે ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે બે રેકડી ધારકો વચ્ચે પોતાની રેકડીઓ ઉભી રાખવાના પ્રશ્નને ઝઘડો થયો હતો, અને બંને પક્ષે સામ સામે હુમલા કરાયા હતા, જે મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર શહેરના સીટી બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને હથિયારથી હુમલાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ૫ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ફરીયાદી મદની ઇસ્માઇલભાઈ બીડીવાલા (ઉંમર 20 વર્ષ, રહે. કલ્યાણચોક, જામનગર) રવિવારી બજારમાં ગરમ મસાલાની રેકડી રાખી વેપાર કરતા હતા. તે દરમિયાન આરોપી પક્ષે રેકડી હટાવવા બાબતે ઝઘડો શરૂ કર્યો હતો.

આરોપી નં.1 બીલાલ ઇજારાવાલા દ્વારા ફરીયાદીને ગાળો આપી ઝઘડો વધારવામાં આવ્યો હતો અને પછી લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફરીયાદીના કપાળમાં ઈજા પહોંચી હતી. ફરીયાદીના નાના ભાઈને પણ જમણા પગમાં પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. જ્યારે ફરીયાદીની માતા બચાવવા માટે વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ગાળો આપી ધમકી આપી હતી. ઘટનાસ્થળે લોકો ભેગા થતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જ્યારે સામાં પક્ષે સલમાબેન રફીકભાઈ ઈજારાવાલા (ઉંમર 36 વર્ષ, રહે. અલ-સફા સોસાયટી, જામનગર)ના દિકરા રવિવારી બજારમાં રેકડી રાખી વેપાર કરતા હતા. તે દરમિયાન આરોપી પક્ષ સાથે રેકડી રાખવા બાબતે વિવાદ થયો હતો.

આ અંગે આરોપી શહેનાઝબેન ઈસ્માઈલભાઈ બીડીવાલાએ ફરીયાદીને ફોન કરી માહિતી આપતા, ફરીયાદી સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં આરોપીએ ફરીયાદીને ગાળો આપી ઝઘડો વધાર્યો હતો.

ત્યારબાદ આરોપી નં.1 શહેનાઝબેને લોખંડના વજનતોલા વડે ફરીયાદીના છાતીના ભાગે માર માર્યો હતો, જ્યારે આરોપી નં.2 મદની ઈસ્માઈલભાઈ બીડીવાલાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બંને આરોપીઓએ એકબીજાની મદદથી હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande