ભાવનગરના સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી, પાત્ર લાભાર્થીને મળ્યું પંડિત દિનદયાળ આવાસનું મંજૂરીપત્ર
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડીયાના પ્રયત્નોથી પાત્ર લાભાર્થીને પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થતા ખુશીની લાગણી ફેલાઈ છે. મોટા ખુંટવડા ગામના બોરડી રોડ
ભાવનગર


ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડીયાના પ્રયત્નોથી પાત્ર લાભાર્થીને પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થતા ખુશીની લાગણી ફેલાઈ છે. મોટા ખુંટવડા ગામના બોરડી રોડ પર આવેલા જુના કોળીવાસ વિસ્તારમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના અરજદાર ધીરૂભાઈ મુળુભાઈ મોલાડિયાએ પાકું મકાન બનાવવા માટે પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. અરજી બાદ જિલ્લા નિરીક્ષક દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ તબક્કામાં અરજદારનું આવાસ મંજૂર કરવામાં આવ્યું નહોતું.

આવાસ મંજૂર ન થતાં અરજદાર ધીરૂભાઈ મોલાડિયાએ ગામના સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડીયાનો સંપર્ક કરી પોતાની સમસ્યા રજૂ કરી હતી. સમગ્ર હકીકત સાંભળ્યા બાદ રમેશ જીંજુવાડીયાએ ભાવનગર વિકસતી જાતિ કલ્યાણ વિભાગના નિયામકશ્રીને રૂબરૂ મળી અરજદારની પાત્રતા અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ નિયામકશ્રીએ ફરીવાર સ્થળ નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. પુનઃ સ્થળ નિરીક્ષણ બાદ અરજદાર પાત્ર હોવાનું સાબિત થતા ધીરૂભાઈ મોલાડિયાને પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર કરવામાં આવ્યુ હતુ. આવાસ મંજૂર થતા અરજદાર ધીરૂભાઈ મોલાડિયાએ સામાજિક કાર્યકર તથા પત્રકાર રમેશ જીંજુવાડીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande