અડાજણમાં કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી માતા બનાવી તરછોડી દીધી
સુરત, 30 માર્ચ (હિ.સ.) શહેરના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે રહેતા યુવકે કટલેરીની દુકાનમાં મજૂરી કામ કરતી કિશોરી પર દાનત બગાડી હતી. યુવકે તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને મળવા બોલાવી હતી અને પાલનપુર કેનાલ રોડ ઉપર રાત્રિના સમયે કોલ્ડ્રી
Arrest


સુરત, 30 માર્ચ (હિ.સ.) શહેરના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે રહેતા યુવકે કટલેરીની દુકાનમાં મજૂરી કામ કરતી કિશોરી પર દાનત બગાડી હતી. યુવકે તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને મળવા બોલાવી હતી અને પાલનપુર કેનાલ રોડ ઉપર રાત્રિના સમયે કોલ્ડ્રીંક્સ પીવડાવી કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ વાતની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ કરી કિશોરીને બાળકની માતા બનાવી દીધી હતી અને બાદમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીની માતાએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ અડાજણ પોલીસ મથકમાં પાલનપુર જકાતનાકા ખાતે વિવેકાનંદ ટાઉનશીપની પાસે આવેલ સૂર્યવંદન એપાર્ટમેન્ટમાં રહેતા અર્પિત આનંદ પ્રકાશ ગુપ્તા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની 15 વર્ષની દીકરી અડાજણ વિસ્તારમાં એક કટલેરીની દુકાનમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. આ દરમિયાન ફ્રુટની લારી ચલાવતો અર્પિત ગુપ્તા તેમની દુકાને વસ્તુની ખરીદી માટે ગયો હતો અને ત્યારબાદ અવારનવાર દુકાનમાં ખરીદીના બહાને જઈ કિશોરી સાથે વાતચીત કરી તેની સાથે મિત્રતા કરી હતી. વર્ષ 2025 માં ઓગસ્ટ મહિનામાં કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી મળવા માટે પાલનપુર કેનાલ રોડ પર બોલાવી હતી.

કિશોરી રાત્રિના સમયે મળવા માટે જતા અર્પિત ગુપ્તાએ તેમને કોલ્ડ્રીંક્સ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે તેમને મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ અવારનવાર તેનું શારીરિક શોષણ કરી આ વાતને જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાળકની માતા બનાવી દીધી હતી અને બાદમાં અર્પિત ગુપ્તા પલાયન થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે હકીકત માતાને જણાવતા તેઓએ ગતરોજ આ મામલે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અર્પિત ગુપ્તા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande