ભાવનગરમાં શહેરીજનો માટે ત્રણ દિવસીય વિનામૂલ્યે માળી તાલીમ યોજાશે
ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શહેરીજનો માટે રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ત્રણ દિવસીય વિનામૂલ્યે “માળી તાલીમ” કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં બાગાયત ક્ષેત્રનો વ્યાપ વધારવા તેમજ યુવાનોમાં કૌશ
તાલીમ


ભાવનગર, 30 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શહેરીજનો માટે રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ત્રણ દિવસીય વિનામૂલ્યે “માળી તાલીમ” કાર્યક્રમ યોજાનાર છે. રાજ્યમાં બાગાયત ક્ષેત્રનો વ્યાપ વધારવા તેમજ યુવાનોમાં કૌશલ્ય વિકાસ થકી રોજગારીની નવી તકો ઉભી કરવાના હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તાલીમ કાર્યક્રમ અર્બન ગ્રીન મિશન હેઠળ અમલમાં મુકાયો છે, જેમાં તાલીમાર્થીઓને બાગાયત સંબંધિત વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ દરમિયાન છોડ ઉછેર, બગીચાની સંભાળ, ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ, અને શહેરમાં ગાર્ડનિંગના આધુનિક ઉપાયો અંગે પ્રાયોગિક તથા થિયરી આધારિત માર્ગદર્શન આપવામાં આવશે.આ તાલીમમાં ભાગ લેનાર લાભાર્થીઓને પ્રતિદિન રૂ. ૨૫૦/- સુધીની વૃત્તિકા આપવામાં આવશે. સાથે જ ગાર્ડનિંગ માટે જરૂરી ટુલ કીટ પણ નિ:શુલ્ક આપવામાં આવશે, જે તાલીમાર્થીઓને ભવિષ્યમાં સ્વરોજગાર શરૂ કરવામાં મદદરૂપ બનશે. દરેક તાલીમ બેચમાં અંદાજે ૩૦ થી ૪૦ લોકોનો સમાવેશ કરવામાં આવશે, જેથી ગુણવત્તાસભર માર્ગદર્શન મળી રહે.આ યોજનાનો લાભ લેવા માટે ૧૮ થી ૪૫ વર્ષની ઉમર ધરાવતા ભાઈઓ અને બહેનો માટે ઓનલાઇન અરજી ફરજિયાત રાખવામાં આવી છે. ઇચ્છુક અરજદારોને i-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પર જઈને આધાર આધારિત OTP દ્વારા નોંધણી કરવી પડશે. ત્યારબાદ અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ પોતાના રેકોર્ડ માટે રાખવાની રહેશે.અરજીને મંજૂરી મળ્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં અરજીની સહીવાળી નકલ તથા જરૂરી દસ્તાવેજો સાથે તાલીમ માટે હાજર રહેવું રહેશે. વધુ માહિતી માટે મદદનીશ બાગાયત નિયામક (કેનીંગ) તથા નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનિકલ સ્કૂલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.આ પહેલથી શહેરના યુવાનોમાં આત્મનિર્ભરતા વધશે અને બાગાયત ક્ષેત્રમાં નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande