
ભાવનગર,31 માર્ચ (હિ.સ.)સિહોર શ્રી હનુમાનધારા સેવા સમિતિ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિત્તે ચૈત્રી પૂનમ તા. 02 એપ્રિલ 2026, ગુરુવારના રોજ સવારે 7:00 કલાકથી શ્રી હનુમાનજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસેમિયા પીડિત દર્દીઓ, સગર્ભા બહેનો, અકસ્માતગ્રસ્ત દર્દીઓ તેમજ ઇમરજન્સી પરિસ્થિતિમાં જરૂરી બ્લડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતા સેવાભાવી નાગરિકોને આગળ આવી રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે. શ્રી હનુમાનધારા સેવા સમિતિ દ્વારા તમામ ભાઈઓ-બહેનો, યુવાનો તથા દર્શનાર્થીઓને રક્તદાન એ મહાદાન ના પવિત્ર સંદેશ સાથે મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. રક્તદાન કરવા ઇચ્છુક રક્તદાતાઓએ પૂર્વ નોંધણી માટે કેમ્પના કન્વિનર હરીશભાઈ પવાર નો સંપર્ક કરવા જણાવાયું છે. નોંધણી માટે સંપર્ક: હરીશભાઈ પવાર – 9327642820 આ સેવાકીય કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાઈ માનવ સેવા અને જીવન બચાવવાના આ મહાયજ્ઞમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT