ઠાકોરજીને ગાર્ડ ઓફ ઓનર આપવુંએ પોલીસ માટે ગૌરવ પૂર્ણ ક્ષણ: ડીવાયએસી ધ્રુવલ સુતરીયા
પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) : સામાન્ય રીતે પોલીસ વિભાગ દ્રારા વીવીઆઇપીને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવતુ હોય છે, પરંતુ પોરબંદર પોલીસ વિભાગને જગતના નાથને ગાર્ડ ઓફ ઓર્નર આપવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. માઘવપુરમા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાવ ઉત્સવન
ઠાકોરજીને ગાર્ડ ઓફ ઓનર આપવુંએ પોલીસ માટે ગૌરવ પૂર્ણ ક્ષણ.


ઠાકોરજીને ગાર્ડ ઓફ ઓનર આપવુંએ પોલીસ માટે ગૌરવ પૂર્ણ ક્ષણ.


ઠાકોરજીને ગાર્ડ ઓફ ઓનર આપવુંએ પોલીસ માટે ગૌરવ પૂર્ણ ક્ષણ.


પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) : સામાન્ય રીતે પોલીસ વિભાગ દ્રારા વીવીઆઇપીને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવતુ હોય છે, પરંતુ પોરબંદર પોલીસ વિભાગને જગતના નાથને ગાર્ડ ઓફ ઓર્નર આપવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

માઘવપુરમા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાવ ઉત્સવના પ્રસંગે રામનવમીથી અગીયારસ સુધી એમ ત્રણ દિવસ જયારે ભગવાનની વરણાગી નિકળે છે ત્યારે ઠોકરજી નીક મંદિર ખાતે બહાર નિકળે છે, ત્યારે પોલીસ દ્રારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામા આવે છે. ચૈત્ર સુદ બારસના દિવસે જયારે ઠાકોરજી જયારે જાન નિકળે છે. તે પૂર્વે ઠાકોરજીને પોલીસ વિભાગ દ્રારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યુ હતુ.

પોલીસ જવાનો સાથે માધવપુરના પીઆઈ કવિતા ઠાકરીયાએ ઠોકરજીને સલામી આપી હતી તેમણે એવુ જણાવ્યુ હતુ કે ઠોકરજીને સલામી આપી ફરજની સાથે ભકિતનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. ડીવાયએસી ધ્રુવલ સુતરીયાએ એવુ જણાવ્યુ હતુ કે વીવીઆઇપીને ગાર્ડ ઓફ ઓર્નર આપવામા આવતુ હોય છે. પરંતુ પોરબંદર પોલીસ વિભાગને ઠાકોરજીને ગાર્ડ ઓફ ઓર્નર આપવાનુ ગૌરવા પૂર્ણ સૌભાગ્ય મળે છે જે પોરબંદર પોલીસ માટે ખુશીની વાત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande