માધવપુર મેળામાં લોકોએ મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની પ્રસ્તુતિ નિહાળી.
પોરબંદર, 31 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી શ્રી રુકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા ઐતિહાસિક માધવપુર ઘેડ લોકમેળાના ત્રીજા દિવસે ભક્તિ અને સાંસ્કૃતિક રંગતનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગ
માધવપુર મેળામાં લોકોએ મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની પ્રસ્તુતિ નિહાળી.

માધવપુર મેળામાં લોકોએ મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની પ્રસ્તુતિ નિહાળી.

માધવપુર મેળામાં લોકોએ મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની પ્રસ્તુતિ નિહાળી.

માધવપુર મેળામાં લોકોએ મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની પ્રસ્તુતિ નિહાળી.

માધવપુર મેળામાં લોકોએ મોટી સંખ્યામાં ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોની પ્રસ્તુતિ નિહાળી.

પોરબંદર, 31 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી શ્રી રુકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા ઐતિહાસિક માધવપુર ઘેડ લોકમેળાના ત્રીજા દિવસે ભક્તિ અને સાંસ્કૃતિક રંગતનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.

મેળામાં આસામ સહિત નોર્થ-ઈસ્ટ ભારતના કલાકારો દ્વારા કૃષ્ણ-રુક્મિણી હરણ, ઢોલક ચોલમ અને બિહુ નૃત્ય, જેવી લોકપ્રિય અને આકર્ષક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

આસામના કલાકારોએ ભગવાન શ્રીકૃષ્ણ રુકમણી હરણનો પ્રસંગ ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કર્યો હતો.આ સાથે ગુજરાતના કલાકારો દ્વારા મણિયારો, ગરબા, હૂડા રાસ અને ટીપ્પણી નૃત્ય જેવી વિવિધ પરંપરાગત લોકકલાઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દેશના વિવિધ ભાગોની સંસ્કૃતિઓનું આ સુંદર સંગમ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને ઉજાગર કરતો રહ્યો હતો. આ રંગબેરંગી અને જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા અને મેળાના ત્રીજા દિવસને આ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ યાદગાર બનાવ્યો હતો અને પ્રખ્યાત કલાકાર ઋષભ આહિરે કોન્સર્ટ પરફોર્મ કરીને જમાવટ કરી હતી અને તેમની આગવી શૈલીમાં કરેલી પ્રસ્તુતિએ લોકોને ડોલાવ્યા હતાં.

આ પ્રસંગે પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા,પ્રાંત અધિકારી સંદિપ જાદવ,જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande