રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પોરબંદર એરપોર્ટ ખાતે સ્વાગત કરાયુ
પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડના મેળા અંતર્ગત દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના સત્કાર સમારોહમાં સહભાગી થવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય
રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતનું પોરબંદર એરપોર્ટ ખાતે  સ્વાગત કરાયુ.


રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતનું પોરબંદર એરપોર્ટ ખાતે  સ્વાગત કરાયુ.


પોરબંદર, 31 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડના મેળા અંતર્ગત દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના સત્કાર સમારોહમાં સહભાગી થવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદર એરપોર્ટ ખાતે આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગત માટે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી તેમજ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande