




પોરબંદર, 31 માર્ચ (હિ.સ.)પોરબંદરના માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ પ્રસંગ ભકિતસભર વાતવારણમા ઉજવામા આવ્યો હતો હજારો શ્રધ્ધાળુઓની સાથે મધુવનનુ જંગલ વધુ એક વખત ભગવાનના લગ્નનુ સાક્ષ્ બન્યુ હતુ રામનવમીથી ભગવાનના શ્રીકૃષ્ણ અનેરૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો ત્રણ દિવસ સુધી ભગવાનની વરણાગી નિકળી હતી અને ચૈત્ર સુદ ચોથના દિવસે ભગવાનના વિવાહ ઉત્સવનુ આયોજન કરવામા આવે છે તે મુજબ માધવરાયના નીજ મંદિર ખાતે થી ઠાકોરજીની જાન નિકળી હતી મંદિરમાંથી જયારે ઠાકોરજી પરણવા માટે નિકળ્યા ત્યારે પોલીસ દ્રારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામા આવ્યુ હતુ ત્યાર બાદ ઠોકરજીને રથમા બિરજમાન કરવામા આવ્યા હતા અને વાજતે ગાજતે ઠોકરજીની જાન નિકળી હતી માધવપુર હરખઘેલુ બન્યુ હતુ.ઠોકરજીના ચરણ સ્પર્શ કરી ધન્યતાની લાગણી અનુભવી હતી મધવપુરની શેરીઓમા રાસની રમઝટ બોલી હતી અને ગામના જાપાથી પરંપરા મુજબ રથને દોડવામા આવ્યો હતો અને મધુવન જંગલ ખાતે ઠોકરજીની જાન પહોંચી હતી ત્યાં વધામણા કરવામા આવ્યા હતા તો રૂક્ષ્મણીજીના મંદિરે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો રૂક્ષ્મણીજીની કન્યાદાન રાજકોટના ધકાણ પરિવારે કર્યુ હતુ મધુવનના જંગલમા શાસ્ત્રોવિધિ સાથે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામા આવી હતી રૂડા લગ્ન ગીતો ગુંજી ઉઠયા હતા અને કંસાર પણ પીરસવામા આવ્યો હતો ઉત્સાહ અને ભકિતસભર વાતાવરણમા વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતા અને આજે મંગળવારે સવારે યુગલ સ્વરૂપના દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી અને અબીલ ગુલાલની છોડો ઉડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya