અમરેલી પોલીસને ‘મિશન સ્માઈલ’ માટે સ્કોચ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ-2025થી સન્માન
અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લા પોલીસને મહિલા અને બાળ સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. અમરેલી પોલીસના ‘મિશન સ્માઈલ-સ્પર્શની સમજ’ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત SKOCH Award-2025 હેઠળ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ
અમરેલી પોલીસને ‘મિશન સ્માઈલ’ માટે સ્કોચ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડ-2025થી સન્માન


અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લા પોલીસને મહિલા અને બાળ સુરક્ષા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. અમરેલી પોલીસના ‘મિશન સ્માઈલ-સ્પર્શની સમજ’ પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત SKOCH Award-2025 હેઠળ સ્ટેટ ગવર્નન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ અમરેલી જિલ્લા પોલીસની એક વર્ષથી ચાલી રહેલી અસરકારક કામગીરીને માન્યતા આપતો મહત્વપૂર્ણ સન્માન છે.

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મહિલા અને બાળકોની સુરક્ષા, જાગૃતિ અને સહાયતા વધારવાનો છે. ‘મિશન સ્માઈલ-સ્પર્શની સમજ’ અંતર્ગત પોલીસ દ્વારા શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈને બાળકો અને મહિલાઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, સાથે જ સંવેદનશીલ કેસોમાં ઝડપી અને માનવિય અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ દ્વારા અનેક પરિવારોને મદદ મળી છે અને સમાજમાં વિશ્વાસ વધ્યો છે. આ સન્માન મળતા અમરેલી જિલ્લા પોલીસના અધિકારીઓ અને સ્ટાફમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા પણ આ સિદ્ધિને વખાણી અમરેલી પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande