
જામનગર, 31 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લા પંચાયત અને તાલુકાના પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત થયેલાં નિરિક્ષકોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત, તાલકુા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્શ પ્રક્રિયા અટલભવન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવતીકાલે રાખેલ છે.
જામનગર જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્શ પ્રક્રિયા માટે કાર્યકર્તાઓએ અને ઇચ્છુક ઉમેદવારો પોતાની સેન્શ રજૂ કરી શકશે. આ સેન્શ પ્રક્રિયા એ ભાજપની પારદર્શક અને સંગઠ્ઠન આધારિત પરંપરા છે. જેમાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ અને ઇચ્છુક ઉમેદવારોની અભિપ્રાય અને રજૂઆતને મહત્વ આપવામાં આવશે.
જોડિયા તાલુકાની જિલ્લા પંચાડતની પીઠડ સીટ માટે અને તાલુકા પંચાયતની સીટ માટે તા.1-4-2026 ના સવારે 10 થી 12 દરમિયાન, ધ્રોલ તાલુકાના જિલ્લા પંચાયતની ખારવા અને લતિપર સીટ તેમજ તાલુકા પંચાયતની સીટ માટે બપોરના 1 થી 3, જામનગર તાલુકાની જિલ્લા પંચાયતની આમરા, અલિયા, બેડ, ચેલા, ધુંવાવ, ધુતારપર, ખીમરાણા અન મોરકંડા તેમજ તાલુકા પંચાયતની સીટ માટે તા.2-4-2026ના સવારે 9 કલાકે સેન્શ ગ્રુપ-એ ના નિરિક્ષકો દ્વારા લેવાશે.
આ સાથે જ સિક્કા નગરપાલિકાના વોર્ડ 1 થી 7 ની તમામ બેઠકો માટે તા.1-4-2026 ના બપોરના 3 થી 6 દરમિયાન સેન્શ લેવામાં આવશે.ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોના ઉમેદવારોની સેન્શ પ્રક્રિયા લેવા માટે ત્રણ તાલુકાઓ માટે ગ્રુપ-બી દ્વારા સેન્શ પ્રક્રિયા તા.1-4-2026 ના રોજ હાથ ધરવામાં આવશે.
જેમાં કાલાવડ તાલુકાની જિલ્લા પંચાયતની ખંઢેરા, ખરેડી, નવાગામ અને નિકાવાની બેઠક તેમજ તાલુકા પંચાયતની સીટ માટે તા.1-4-2026 ના સવારે 10 થી 1 દરમિયાન સેન્શ લેવામાં આવશે. લાલપુર તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતની સીટો ભણગોર, લાલપુર, પીપરટોડા, સીંગચ તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે તા.1-4-2026 ના બપોરના 2 થી 5 દરમિયાન સેન્શની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે તા.2-4-2026 ના સવારે 9 કલાકે જામજોધપુર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ગીંગણી, સત્તાપર, મોટીગોપ અને શેઠવડાળા તેમજ તાલુકા પંચાયતની સીટ માટે સવારે 9 કલાકે પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા નિરિક્ષકો દ્વારા સેન્શની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt