અમરેલી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે દાવેદારોની પસંદગી તેજ
અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનું
અમરેલી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે દાવેદારોની પસંદગી તેજ


અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક મંડળમાં પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો દાવેદાર કાર્યકરોને સાંભળશે.

આ ચૂંટણી અંતર્ગત જિલ્લામાં કુલ ૬ નગરપાલિકાની ૧૮૪ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૧૯૦ બેઠકો અને અમરેલી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તથા મહામંત્રીઓ મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા અને ચેતનભાઈ શિયાળ સહિતના હોદેદારો દ્વારા ૧૭ મંડળોમાં દાવેદારોને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨ અને ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો ત્રણ જુથમાં વહેંચાઈને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજૂઆતો સાંભળશે. આ પ્રક્રિયા બાદ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરીને પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande