પાટણમાં પીવાના પાણીની કેનાલ પ્રદૂષિત, કાર્યવાહી માટે લોકમાંગ
પાટણ, 31 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં લોકો સ્નાન અને કપડાં ધોવાથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. પદ્મનાભ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધીના વિસ્તારમાં દિનપ્રતિદિન લોકો સાબુ અને શેમ્પૂ જેવા રસાયણયુક્ત પદાર્થોનો ઉપયોગ કરે
પાટણમાં પીવાના પાણીની કેનાલ પ્રદૂષિત, કાર્યવાહી માટે લોકમાંગ


પાટણ, 31 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં લોકો સ્નાન અને કપડાં ધોવાથી પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. પદ્મનાભ ચાર રસ્તાથી ફિલ્ટર પ્લાન્ટ સુધીના વિસ્તારમાં દિનપ્રતિદિન લોકો સાબુ અને શેમ્પૂ જેવા રસાયણયુક્ત પદાર્થોનો ઉપયોગ કરે છે, જેના કારણે પાણીની ગુણવત્તા બગડી રહી છે.

આ કેનાલનું પાણી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા સમગ્ર શહેરમાં પીવા માટે આપવામાં આવે છે. પાણી પ્રદૂષિત થવાને કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે, ખાસ કરીને ઉનાળામાં લોકોની સંખ્યા વધતા સ્થિતિ વધુ વણસી રહી છે.

આ મુદ્દે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. લોકોની માંગ છે કે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી પ્રજાને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande