HNGUના રસાયણશાસ્ત્ર વિભાગનું એલ્યુમિનિ સ્નેહમિલન યોજાયું
પાટણ, 31 માર્ચ (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા કન્વેન્શન હોલ ખાતે એલ્યુમિનિ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2002 અને 2006ની બેચના 110થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્
HNGUના રસાયણશાસ્ત્ર વિભાગનું એલ્યુમિનિ સ્નેહમિલન યોજાયું


પાટણ, 31 માર્ચ (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા કન્વેન્શન હોલ ખાતે એલ્યુમિનિ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2002 અને 2006ની બેચના 110થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થયો હતો. વિભાગ વડા પ્રો. (ડો.) સંગીતા શર્માએ સ્વાગત ભાષણમાં વિભાગની પ્રગતિ રજૂ કરી અને વિદ્યાર્થીઓને સંસ્થાની સાચી મૂડી ગણાવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ પ્રો. (ડો.) કે. સી. પોરિયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના એમ્બેસેડર તરીકે સંબોધ્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. પૂર્વ વડા પ્રો. જે. ડી. જોષીએ નૈતિકતા અને મૂલ્યો પર ભાર મૂક્યો, જ્યારે પ્રો. જે. જે. વોરાએ સંશોધન ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું. ઉપરાંત, પ્રો. એ. આર. મજમુદાર અને પ્રો. સી. પી. ભસીને પણ પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યા હતા.

કાર્યક્રમનું આકર્ષણ ‘મેમરી લેન’ સત્ર રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ જૂની યાદો તાજી કરી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સફળતામાં વિભાગના ફાળાનો સ્વીકાર કરી ભવિષ્યમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રીબેન દ્વારા થયું અને અંતમાં પ્રો. કે. એ. પરમારે આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande