જામનગર કલેકટર કેતન ઠક્કર વયનિવૃત્ત થયા : જિલ્લા પ્રસાશન દ્વારા ભવ્ય વિદાય અપાતા ભાવુક બન્યા
જામનગર, 31 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લાના વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત સેવાઓ આપનાર તથા જામનગર જિલ્લાના 52માં કલેકટર તરીકે 1 વર્ષ અને 2મહિના સુધી પોતાની ફરજો નિભાવનાર જિલ્લા કલેકટર કેતન ઠક્કર વયનિવૃત થતા જિલ્લા પ્રશાસન, અધિકારીઓ અને કર્મ
કલેકટર નિવૃત થયા


જામનગર, 31 માર્ચ (હિ.સ.) :

જામનગર જિલ્લાના વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત સેવાઓ આપનાર તથા

જામનગર જિલ્લાના 52માં કલેકટર તરીકે 1 વર્ષ અને 2મહિના સુધી પોતાની ફરજો

નિભાવનાર જિલ્લા કલેકટર કેતન ઠક્કર વયનિવૃત થતા જિલ્લા પ્રશાસન, અધિકારીઓ

અને કર્મચારીઓ દ્વારા તેમને ભવ્ય અને ભાવુક વિદાય આપવામાં આવી હતી. વિદાય

સમારંભ દરમિયાન સમગ્ર માહોલ લાગણીસભર બની ગયો હતો, જ્યાં સહકર્મચારીઓ અને

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના કાર્યકાળની યાદો તાજી કરવામાં આવી હતી.

કલેકટર કેતન

ઠક્કરે પોતાના કાર્યકાળ દરમિયાન જામનગર જિલ્લામાં અનેક વિકાસલક્ષી અને

જનકલ્યાણકારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી, જિલ્લાના સર્વાંગી

વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે શિક્ષણ, આરોગ્ય, પાણી

વ્યવસ્થા, શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી

કરી હતી. ખાસ કરીને જનસેવા માટેની તેમની પ્રતિબદ્ધતા અને ઝડપી

નિર્ણયક્ષમતા તેમને એક લોકપ્રિય અને અસરકારક પ્રશાસક તરીકે ઓળખ અપાવી છે.

જિલ્લા પ્રશાસનને વધુ પારદર્શક, જવાબદાર અને પ્રજાસહભાગી બનાવવામાં તેમનું

યોગદાન પ્રશંસનીય રહ્યું છે.

વિદાય પ્રસંગે કલેકટરએ

જણાવ્યું હતું કે, જામનગર સાથેનો તેમનો સંબંધ માત્ર ફરજ પૂરતો નહોતો, પરંતુ

લાગણી અને જવાબદારી સાથે જોડાયેલો હતો. અહીં કામ કરતી વખતે મળેલો સહકાર

અને પ્રેમ જીવનભર યાદગાર રહેશે. સહકર્મચારીઓ અને નાગરિકો પાસેથી મળેલા

સહકાર માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ

ભાવુક બની ગયા હતા.

અંતમાં કલેકટરએ કલેકટર કચેરી ખાતે

રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરી લાગણીસભર માહોલમાં વિદાય લીધી હતી.

આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી, તેમની

સ્વસ્થ અને સુખમય નિવૃત્તિજીવન માટે કામના વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande