ઊંઝાના ઉદ્યોગપતિ ચિરાગ પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા-મહેસાણા હાઈવે પર ભાન્ડુ ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઊંઝાના હાઈ-ટેક હોન્ડા શોરૂમના માલિક ચિરાગ પટેલનું દુઃખદ અવસાન થયું છે. ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કર
ઊંઝાના ઉદ્યોગપતિ ચિરાગ પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન


ઊંઝાના ઉદ્યોગપતિ ચિરાગ પટેલનું માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન


મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા-મહેસાણા હાઈવે પર ભાન્ડુ ગામ નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઊંઝાના હાઈ-ટેક હોન્ડા શોરૂમના માલિક ચિરાગ પટેલનું દુઃખદ અવસાન થયું છે. ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલી જોરદાર ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચિરાગ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

અકસાનની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ઝડપી કામગીરી કરી હોવા છતાં ચિરાગ પટેલને બચાવી શકાયા નહોતા. ઘટનાએ સમગ્ર ઊંઝા શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ દુર્ઘટનાની વચ્ચે 108 ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. મૃતક પાસેથી મળેલી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને 3 મોંઘા મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂ. 2,52,846 જેટલો કિંમતી મુદ્દામાલ ઈમાનદારીપૂર્વક સુરક્ષિત રાખી પરિવારજનોને પરત સોંપવામાં આવ્યો હતો. EMT રીના પટેલ અને પાયલોટ સિદ્ધરાજસિંહ પરમારે તેમની પ્રામાણિકતા દ્વારા સરાહનીય કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande