મહેસાણા આરટીઓ દ્વારા ખેરાલુમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાન
મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા આરટીઓ વિભાગ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત ખેરાલુ વિસ્તારમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન ખેરાલુ બસ સ્ટેશન પર આવતા રિક્ષા ડ્રાઇવરો અને રાહદારીઓને માર્ગ સુરક્ષાના નિયમો વિશે વિગતવાર
મહેસાણા આરટીઓ દ્વારા ખેરાલુમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાન


મહેસાણા, 31 માર્ચ (હિ.સ.) : મહેસાણા આરટીઓ વિભાગ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત ખેરાલુ વિસ્તારમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન ખેરાલુ બસ સ્ટેશન પર આવતા રિક્ષા ડ્રાઇવરો અને રાહદારીઓને માર્ગ સુરક્ષાના નિયમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ સાથે ખેરાલુની વૃંદાવન ચોકડી પરથી અંબાજી તરફ જતા પદયાત્રીઓને પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યાત્રાળુઓને રસ્તા પર ચાલતી વખતે તકેદારી રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને પોતાની સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આરટીઓ ટીમ દ્વારા પેમ્ફલેટનું વિતરણ કરીને લોકોને સરળ ભાષામાં માર્ગ સલામતીના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આવા જાગૃતિ કાર્યક્રમો જરૂરી બની ગયા છે. ખાસ કરીને પદયાત્રીઓ અને નાના વાહનચાલકોને નિયમો અંગે માહિતગાર કરવાથી અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય છે.

સ્થાનિક લોકોએ આ અભિયાનને સરાહનીય ગણાવી આરટીઓ ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande