
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી સિહોર ગૌરવપૂર્ણ ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ હતી જે નિમિતે ૨૦૨૫-૨૬નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હતું. જેની આજરોજ પુર્ણાહુતી કાર્યક્રમ સર્વોત્તમ ડેરી, સિહોર ખાતે યોજાયેલ. જેમાં સમારંભના અધ્યક્ષ સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષી, સર્વોત્તમ ડેરીના નિયામક મંડળના તમામ સભ્યઓ, સર્વોત્તમ ડેરીના કર્મચારીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં ધામધૂમથી યોજાયેલ.
રજત જયંતી પુર્ણાહુતી કાર્યક્રમ અંતર્ગત સર્વોત્તમ ડેરીના આ અભૂતપૂર્વ કાર્યક્રમમાં ડાયરેક્ટર મુળરાજભાઈ પરમારે શાબ્દિક પ્રવચન કર્યું હતું. ડાયરેક્ટર માવજીભાઈ ભાલીયાએ સંઘના અભૂતપૂર્વ વિકાસ માટે સંઘનાં કાર્યવાહકોની અને કર્મચારીની કામગીરીની પ્રશંસા કરી હતી અને સંઘનi ઝડપી વિકાસ માટે શુભકામના પાઠવી હતી. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીએ સંસ્થાના ૨૫ વર્ષના લેખાજોખા, સર્વોત્તમ ડેરીની સિદ્ધિઓ, સંઘની શરૂઆતના દિવસોના સંઘર્ષભર્યા દિવસોને યાદ કર્યા. દૂધ ઉત્પાદકો પશુપાલન વ્યવસાય થકી સારી આવક મેળવી શકે તે માટે આખું વર્ષ દૂધ ઉત્પાદકોને રૂi.૮૫૦/- ભાવ આપવાનું નક્કી કરવામાં આવેલ પરંતુ પરંતુ રેકોર્ડબ્રેક ૯૦૦/- રૂi. ખરીદભાવ આખા રજત જયંતી વર્ષ દરમ્યાન આપવામાં આવેલ. ૫૦,૦૦૦ ટન સર્વોત્તમ દાણ વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે જે ૫૦, ૪૧૭ ટન થયેલ છે. તેમજ જીલ્લામાં ૧૫,૦૦૦ સેક્સ સીમેન ડોઝથી બીજદાન કરાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો જેમાં ૫૧,૫૫૧ સીમેન ડોઝથી બીજદાન થયેલ છે. આમ મોટાભાગના રજતજયંતીના લક્ષ્યાંકો પૂર્ણ થયેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT