ચેકડેમમાં ડૂબી જતા પાંચ પીપળાના 25 વર્ષીય યુવકનું કરુણ મોત.
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) તળાજા તાલુકાના ભાલર ગામ પંથકમાં આવેલા ચેકડેમમાં ડૂબી જવાની દુર્ઘટનામાં પાંચ પીપળા ગામના 25 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવકની ઓળખ વિનેશ પરમાર તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી
ભાવનગર


ભાવનગર, 31 માર્ચ (હિ.સ.) તળાજા તાલુકાના ભાલર ગામ પંથકમાં આવેલા ચેકડેમમાં ડૂબી જવાની દુર્ઘટનામાં પાંચ પીપળા ગામના 25 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવકની ઓળખ વિનેશ પરમાર તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિનેશભાઈ નું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે ઘટના અંગે આસપાસના લોકો જાણ થતા તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા યુવકને શોધવા માટે ભારે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ શરૂઆતમાં કોઈ સફળતા મળી નહોતી. શોધખોળ કામગીરી શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી શોધખોળ બાદ અંતે યુવકનો મૃતદેહ ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને રડવાનું દ્રશ્ય સર્જાયું હતું. જ્યાં જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવને લઈને સમગ્ર પાંચ પીપળા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. યુવાન વયે થયેલા આકસ્મિક મોતને કારણે પરિવાર પર આફત તૂટી પડી છે.

સ્થાનિક લોકો દ્વારા ચેકડેમ આસપાસ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાની માંગ પણ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. ઘણી વખત ચેકડેમ પાસે પૂરતી સાવચેતીના અભાવે આવી ઘટનાઓ બનતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત જણાઈ રહી છે.આ દુર્ઘટનાએ એક હસતું-રમતું યુવાન જીવન છીનવી લીધું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande