
ગીર સોમનાથ, 31 માર્ચ (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા તા. ૦૧/૦૪/૨૦૨૬ને બુધવારે યુનિવર્સિટી સંલગ્ન તમામ મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યોની ઉપસ્થિતિમાં National Education Policy 2020 અંતર્ગત એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યાશાળામાં પ્રેરક અને માર્ગદર્શક તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિ, અધ્યક્ષ તરીકે NEP -2020ના સ્ટેટ નોડલ ઓફિસર ડૉ. સાગર દવે, અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા, અત્રેની યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રધાનાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા, NEP -2020 નોડલ ઓફિસર ડૉ. જાનકીશરણ આચાર્ય, NSS નોડલ ઓફિસર ડૉ. નિત્યાનંદ ઓઝા, નેશનલ ટાસ્ક ફોર્સ નોડલ ઓફિસર વિજય બથવાર, IDP કો-ઓર્ડિનેટર રવિન્દ્ર કાલે, NEP-SAARTHI કો-ઓર્ડિનેટર ડો. પ્રિયંકા દ્વિવેદી, પ્રશ્નબેંક અંતર્ગત ડૉ. દશરથ જાદવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે.
આ કાર્યશાળામાં યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયોના પ્રધાનાચાર્યો અને અધ્યાપકોને NEP 2020 સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન, ચર્ચા અને વ્યવહારિક માહિતી આપવામાં આવશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે. ત્યારબાદ વિવિધ નિષ્ણાતો દ્વારા NEP અંતર્ગત નવા અભ્યાસક્રમ, સેમેસ્ટર પદ્ધતિ, રિસર્ચ પ્રોજેક્ટ, ઇન્ટર્નશિપ, સ્વયમ પોર્ટલ, NSS યુનિટ વગેરે વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ