બોટાદના નિંગાળા ગામે યુવક પર હિંસક હુમલો: વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં
બોટાદ, 31 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં યુવકને લાકડીઓ અને ઢીકા-પાટાથી નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાનો વી
હુમલો


બોટાદ, 31 માર્ચ (હિ.સ.) : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં યુવકને લાકડીઓ અને ઢીકા-પાટાથી નિર્દયી રીતે માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીને હેરાન કરવાની બાબતે આ મારામારીની ઘટના બની હતી. આ મુદ્દે કેટલાક લોકોએ યુવકને જાહેરમાં જ ઘેરી લીધો અને તેના પર હુમલો કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે યુવકને અનેક વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે.ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીડિયો આધારે આરોપીઓની ઓળખ કરી તેમની સામે કડક પગલાં લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કાયદો પોતાના હાથમાં લેવાની કોઈને પણ છૂટ નથી અને આવા બનાવોને ગંભીરતાથી લેવામાં આવશે. સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ વિવાદ કે ફરિયાદ હોય તો કાયદેસર રીતે પોલીસને જાણ કરી કાર્યવાહી કરવી જોઈએ.આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે જાગૃતિ લાવવાની જરૂરિયાત ઉભી કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસે વધુ ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી લેવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande