અમરેલીના 85 ગામોમાં જળસંગ્રહ કાર્યનો પ્રારંભ, 1 એપ્રિલે સાણોસરા ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં જળ સંમેલન
અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી તાલુકામાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નો, ગુજરાત સરકારના સહયોગ અને જેટકોના આર્થિક યોગદાનથી અમરેલી તાલુકાના 85 ગામોમાં એકસાથે જળ સ
અમરેલીના 85 ગામોમાં જળસંગ્રહ કાર્યનો પ્રારંભ, 1 એપ્રિલે સાણોસરા ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં જળ સંમેલન


અમરેલી, 31 માર્ચ (હિ.સ.) : અમરેલી તાલુકામાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નો, ગુજરાત સરકારના સહયોગ અને જેટકોના આર્થિક યોગદાનથી અમરેલી તાલુકાના 85 ગામોમાં એકસાથે જળ સંગ્રહના કાર્યો શરૂ થવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ ચેકડેમ, તળાવો, રીચાર્જ બોર સહિતના વિવિધ જળ સંરક્ષણના કાર્યો હાથ ધરાશે, જેનાથી ભૂગર્ભજળ સ્તર સુધરશે અને ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે.

આ મહત્ત્વાકાંક્ષી ભગીરથ કાર્યના શુભારંભ પ્રસંગે 1 એપ્રિલના રોજ અમરેલી તાલુકાના સાણોસરા ખાતે વિશાળ જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ જળ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ઉપરાંત વિશેષ ઉપસ્થિત તરીકે ઉર્જામંત્રી કૌશિક વેકરિયા પણ હાજરી આપશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ભાગ લેશે. આ પહેલથી માત્ર પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ સમગ્ર વિસ્તારના કૃષિ વિકાસને પણ નવી દિશા મળશે, જેથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande