સુરતની સીટી બસમાં સીટ મુદ્દે મહિલાઓ વચ્ચે હાથાપાઈ, વીડિયો વાયરલ
સુરત, 31 માર્ચ (હિ.સ.): સુરત શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા ફરી એકવાર વિવાદમાં આવી છે. ડીંડોલી રૂટ પર દોડતી સીટીલિંક બસમાં સીટ મેળવવાની નાની બાબતે બે મહિલા મુસાફરો વચ્ચે તણાવ સર્જાયો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી તરીકે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં
Surat


સુરત, 31 માર્ચ (હિ.સ.): સુરત શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા ફરી એકવાર વિવાદમાં આવી છે. ડીંડોલી રૂટ પર દોડતી સીટીલિંક બસમાં સીટ મેળવવાની નાની બાબતે બે મહિલા મુસાફરો વચ્ચે તણાવ સર્જાયો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી તરીકે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો અને બસમાં અફરાતફરી મચી ગઈ હતી.

બસમાં ભારે ભીડ હોવાને કારણે મુસાફરો વચ્ચે સીટ માટે ખેંચતાણ ચાલતી હતી. આ દરમિયાન બે મહિલાઓ વચ્ચે તકરાર એટલી વધી ગઈ કે બંનેએ એકબીજા પર હાથ ઉઠાવ્યો. તેઓ એકબીજાના વાળ ખેંચતા અને મારામારી કરતા નજરે પડ્યા હતા, જેને કારણે અન્ય મુસાફરો હેરાન થઈ ગયા હતા.

ઘટનાના વીડિયોમાં જોવા મળે છે કે બસના આગળના ભાગમાં જ ઝઘડો ચાલી રહ્યો હતો, જેના કારણે ડ્રાઈવરને પણ મુશ્કેલી પડી રહી હતી. કેટલાક મુસાફરો અને મહિલાઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવાની કોશિશ કરી, પરંતુ ગુસ્સે ભરાયેલી મહિલાઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. અંતે અન્ય મુસાફરોએ પણ નારાજગી વ્યક્ત કરી અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી.

આ હંગામા દરમિયાન બસમાં હાજર એક પોલીસકર્મીએ દખલ કરતાં સ્થિતિ નિયંત્રણમાં આવી. પોલીસની કડક સમજણ બાદ બંને મહિલાઓ શાંત થઈ ગઈ હતી. આ બનાવ પછી ઘણા મુસાફરો ભયના કારણે આગળના સ્ટોપ પર ઉતરી ગયા હતા, જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande